ગાંધીનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત Run for Unity યોજાઈ.

SB KHERGAM
0

 ગાંધીનગરમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “Run for Unity” યોજાઈ.

ગાંધીનગરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, મેયરશ્રી મીરાબેન પટેલ, કલેક્ટરશ્રી મેહુલ દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે. પટેલ, પોલીસ અધિક્ષકશ્રી વાસમશેટ્ટી રવિતેજા, મહાનગરપાલિકા કમિશનર શ્રી જે.એન વાઘેલા સહિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ દોડનો માર્ગ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થિત સેન્ટ્રલ વિસ્ટાથી શરુ કરીને ટાઉનહોલ સુધી રહ્યો, જેનો કુલ રુટ બેથી અઢી કિલોમીટર હતો.


આ દોડમાં સરકારી અધિકારી, કર્મચારી, શાળા વિદ્યાર્થીઓ, પોલીસ દળો, અને ગાંધીનગર જિલ્લાના કુલ ૪૫૦૦ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. “Run for Unity” પૂર્વે જિલ્લા કલેક્ટર તથા અન્ય મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સાથે જ ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, અધિક નિવાસી કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, પ્રોટોકોલ ઓફિસર અર્જુનસિંહ વણઝારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, દંડક સેજલબેન પરમાર, તેમજ શાસકપક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા સહિત તમામ મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ, અને એકતા દોડમાં જોડાયેલા નગરજનો પણ એકત્રિત થયા. આ તમામે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના શપથ લઈ રાષ્ટ્રીય એકતા પ્રત્યેનો સંકલ્પ વ્યક્ત કર્યો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top