Dahod|Garbada: ગરબાડા મામલતદાર કચેરીમાં રાષ્ટ્રીય એકતા માટે શપથવિધિ.
દર વર્ષે ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ' ઉજવવામાં આવે છે, જે ભારતના એકતા અને અખંડિતતાને સમર્પિત છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની મામલતદાર કચેરીમાં આ દિવસે વિશેષ શપથ લેવાયા, જેમાં મામલતદારશ્રી અને અન્ય કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા જાળવવા અને રાષ્ટ્રપ્રત્યેની ફરજ નિભાવવા માટે શપથ લીધા.
આ કાર્યક્રમમાં સરદાર પટેલના વિચારોને માન આપી એકતા, આબાદી અને દેશપ્રેમના ઉદ્દેશ્યને વધુ મજબૂત બનાવવા માટે બધી કચેરીઓએ આ કાર્યક્રમની અનુકૃતિ કરી.