નર્મદા:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત.
રાજપીપલા, બુધવાર: રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૪ની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગરના ગુરુકુળ હેલીપેડ ખાતે પધાર્યા હતા.
વડાપ્રધાનનું ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, છોટા ઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ, ડીજીપીશ્રી વિકાસ સહાય, જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.