Rajkot News: "દીપાવલીની ઉજવણીમાં ખુશીઓના રંગ: રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકો માટે વિશેષ કાર્યક્રમ"
"દીપાવલી પર ખાસ ઉજવણી: રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકો માટે રોશની અને ખુશીઓનો મહોત્સવ"
રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકો માટે દિવાળી પર્વની ખાસ ઉજવણીનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું. સમાજ સુરક્ષા કચેરી સંચાલિત માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહમાં દીપોત્સવની આ અનોખી ઉજવણીમાં પપેટ શો, મેજિક શો, અને આતશબાજીનું આયોજન કરાયું, જેમાં દરેક બાળકને મીઠાઈ અને શુભકામનાઓ સાથે પર્વની મજા માણવા મળી.
આ પર્વે પ્રાંત અધિકારીશ્રી મહેક જૈન, ડો. ચાંદની પરમાર, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ચેરમેનશ્રી ડો. પ્રિતેશ પોપટ તથા સભ્યશ્રીઓ, મામલતદારશ્રીઓ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી, ચિફ પ્રોબેશન ઓફિસરશ્રીઓ તથા સમાજ સુરક્ષા ખાતા હેઠળ ચાલતી વિવિધ સંસ્થાઓના બાળકો તેમજ અધિકારીશ્રીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા અને આ વિશેષ ઉજવણીમાં મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળીનું સુખ સમાન કરી બતાવ્યું.