Narmda News: નર્મદા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ: રાષ્ટ્રીય એકતા દિવસના શપથ સાથે એકતાનો મહાપર્વ.
નર્મદા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પૂર્વે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો પ્રસંગ ઉજવાયો.
૩૧મી ઓક્ટોબરના દિવસે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પવા અને રાષ્ટ્રીય એકતા દિન તરીકે સમગ્ર દેશમાં ઉજવણી થતી હોય, નર્મદા જિલ્લા કચેરીમાં ૩૦મી ઓક્ટોબરે શપથ ગ્રહણ સમારોહ યોજાયો.
આ પ્રસંગે જિલ્લા અધિક કલેકટરશ્રી સી.કે. ઉંધાડે, અન્ય અધિકારીઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓ સાથે સામુહિક શપથ લઈ દેશની એકતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.