Dahod news :ફતેપુરા તાલુકામા વિશ્વ હ્રદય દિવસને ધ્યાને રાખી યોગ શિબિરનું આયોજન શ્રી પ્રામયરી સ્કુલ મેદાન, મોટી ઢઢેલી ખાતે કરાયુ.

SB KHERGAM
0

 Dahod news :ફતેપુરા તાલુકામા વિશ્વ હ્રદય દિવસને ધ્યાને રાખી યોગ શિબિરનું આયોજન શ્રી પ્રામયરી સ્કુલ મેદાન, મોટી ઢઢેલી ખાતે કરાયુ.

લોકોમા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા એ જ મુળ ઉદ્દેશ

દાહોદ : સમગ્ર દેશમા વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ ર૧મી જુનના દિવસને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમત-ગમત વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.


જે સંદર્ભે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.ર૯/૦૯/૨૦૨૪ ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામા શ્રી પ્રામયરી સ્કુલ મેદાન, મોટી ઢઢેલી ખાતે વિશ્વ હ્રદય દિવસને ધ્યાને રાખી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા હ્રદય રોગને લગતી માહિતી વિસ્તાર પુર્વક આપવામા આવી હતી. 

આ યોગ શિબિરનો મુળ ઉદેશ્ય લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે-સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે. હાલમાં ચાલી રહેલ હદયરોગ અંગેની જાગૃતતા, ઉપાયો અને તેને યોગ થકી અટકાવવા માટેનો છે.

૦૦૦

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top