Dahod news: સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન અતંર્ગત સિકલસેલ ડીસીસ દર્દીનું મેડિકલ ચેકઅપ અને ન્યુમોકોકલ વેક્સિન કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

 Dahod news: સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન અતંર્ગત સિકલસેલ ડીસીસ દર્દીનું મેડિકલ ચેકઅપ  અને ન્યુમોકોકલ વેક્સિન કાર્યક્રમ યોજાયો.

દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ઉદયકુમાર ટીલાવત, એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો.નયન જોષી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કલ્પેશ બારીઆના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દુધિયા ખાતે સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન અતંર્ગત સિકલસેલ ડીસીસ દર્દીનું મેડિકલ ચેકઅપ અને ન્યુમોકોકલ વેક્સિન આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમ દરમ્યાન આયુષ મેડિકલ ઓફિસરશ્રી ડો. અમિત મછાર દ્વારા સિકલસેલ રોગ અને ન્યુમોકોકલ વેક્સિન વિશે વિગતે સમજાવવામાં આવ્યું હતું. સાથે સિકલસેલ ડીસિઝ દર્દીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. 

તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ, ટી.બી., લેપ્રોસી, મેલેરીયા પ્રોગ્રામની પણ માહિતી આપવામાં આવી હતી. સિકલસેલ કાઉન્સિલર દ્વારા સરકારશ્રી તરફથી સિકલસેલ ડીસીસ દર્દીને મળતા લાભો વિશે વિસ્તાર પૂર્વક સમજાવવામા આવ્યું હતું.

૦૦૦

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top