Dahod news : દાહોદ જિલ્લાના ચંદવાણા ખાતે સામાજીક વનીકરણ રેન્જ દાહોદ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ.

SB KHERGAM
0

Dahod news : દાહોદ જિલ્લાના ચંદવાણા ખાતે સામાજીક વનીકરણ રેન્જ દાહોદ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ.

વન્ય પ્રાણી સપ્તાહ ઊજવણી-૨૦૨૪-દાહોદ

મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચતર માંધ્યમિક શાળા ચંદવાણા ખાતે સામાજીક વનીકરણ રેન્જ દાહોદ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ

દાહોદ : દાહોદ તાલુકાના ચંદવાણા મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચતર માંધ્યમિક શાળા ખાતે સામાજીક વનીકરણ રેન્જ દાહોદ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વન વિભાગના અધિકારી/કર્મચારી સ્ટાફ, શાળાના સ્ટાફગણ, વિદ્યાર્થીઓ તેમજ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. 


આ પ્રસંગે વન વિભાગના અધિકારીશ્રી બારીયાએ આહાર શૃંખલા, વન્યજીવોનું આપણા જીવનમાં મહત્વ સમજાવ્યું હતુ. તેમજ વૃક્ષોનું મહત્વ, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષો વાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત તેની જાળવણી માટે વિસ્તાર પુર્વક સમજાવ્યું હતુ. 

નેચર હેલ્પ ફાઉન્ડેશનના શાહિદભાઈ અને તેમની ટીમ દ્વારા ગુજરાતમાં અને દાહોદમાં જોવા મળતા સાપ તથા સાપ વિશે લોકોમા ફેલાયેલ અંધશ્રદ્ધા, સર્પદંશ તથા તેની સારવાર વિગતવાર સમજાવ્યું હતુ. શાળાના આચાર્યશ્રીએ પણ પર્યાવરણ જાળવણી ક્લાયમેટ ચેન્જ વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યુ હતુ.

૦૦૦

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top