દાહોદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો
૦૦
દાહોદમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ
ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કિરણસિંહ* *ડામોર કલેક્ટર શ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકરી શ્રી ઉત્સવ* *ગૌતમ અને પોલીસ અધિક્ષકશ્રી ડો.રાજદીપસિંહ ઝાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
આ દોડ સરદાર પટેલ સ્ટેડિયમથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીથી સર્કિટ હાઉસ થી સરસ્વતી સર્કલ ભગીની સમાજ થઈ તાલુકા પંચાયત થઈને સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી હતી. સરકારી અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, તેમજ જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી.એમ.પટેલ, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવત,મામલતદાર શ્રી,પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનોએ દોડમાં ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા.
૦૦૦૦