Rajkot news : સરદાર પટેલની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય એકતા માટે 'Run for Unity' – એક ભારત, શ્રેષ્ઠ ભારત.
"રાષ્ટ્રીય એકતા દિવસ"ના અવસર પર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને ઉજવવા માટે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાર્થક કરતી “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું. આ દોડનું પ્રસ્થાન મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે અને મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈ તથા ઈન્ચાર્જ અધિક નિવાસી કલેકટર શ્રી એન. કે. મૂછારે લીલી ઝંડી આપી શરૂ કરાવ્યું હતું.
દોડ સરદાર પટેલ સ્ટેચ્યુ, બહુમાળી ભવનથી શરૂ થઈને રેસકોર્ષ રીંગરોડના માર્ગે પોલીસ હેડક્વાર્ટર, આયકર ભવન, બાલભવન રોડ, કિસાનપરા ચોક, અને જિલ્લા પંચાયત ચોકથી ફરી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી પહોંચતી હતી. આ દોડમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્સ, હોમગાર્ડના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો.