Valsad News : વડાપ્રધાન દ્વારા વિડિયો કોન્ફરન્સથી મેરિલના મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન: ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે નવી ઉંચાઈ.

SB KHERGAM
0

 Valsad News : વડાપ્રધાન દ્વારા વિડિયો કોન્ફરન્સથી મેરિલના મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન: ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે નવી ઉંચાઈ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા વાપીમાં મેરિલ કંપનીના મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફેક્ચર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મેરિલ પાર્કમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, કેન્સર રિસર્ચ સેન્ટર, અને સર્જિકલ રોબોટિક્સ સંબંધિત પ્રોજેક્ટ્સની તલસ્પર્શી માહિતી મેળવી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ મેરિલ સંકલ્પ બુક અને ક્લાઈમેટ ચેન્જ બુકનું વિમોચન કર્યું. તેમજ સગર્ભા માતાઓ અને બાળકોને ઈ-વેક્સિન સર્ટિફિકેટ તથા ૭૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓને પીએમજેએવાય કાર્ડનું વિતરણ કર્યું.

મેરિલ કંપનીનો આ નવીન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભારતના મેડિકલ ડિવાઇસ ઉદ્યોગને મજબૂત બનાવવા માટેની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, જેનાથી મેડિકલ સાધનોની આયાત પર આશ્રિતતા ઘટશે અને સ્વદેશી ઉત્પાદનને વેગ મળશે. આ પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તાવાળા મેડિકલ ડિવાઈસીસના ઉત્પાદન માટે સમર્પિત છે, જેમાં રોગચિકિત્સા માટેના વિવિધ ઉપકરણોનું નિર્માણ થશે.

મેરિલના મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉપરાંત કેન્સર રિસર્ચ સેન્ટર અને સર્જિકલ રોબોટિક્સમાં થઈ રહેલી નવીનતમ પ્રગતિ પણ ગુજરાતને હેલ્થકેર સેક્ટરમાં અગ્રેસર બનાવવામાં મદદરૂપ બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આ પ્રકારના ઉચ્ચ સ્તરીય આરોગ્યસંસ્થાનો વિકસાવવાથી રાજ્યને નવું અને તાકાતવર મેડિકલ હબ બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટને વિશેષ મહત્વ મળશે.

આ પ્રસંગે વલસાડ-ડાંગ લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ  ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, નોટીફાઈડ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી દેવલબેન દેસાઈ સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top