Morbi News:હળવદ તાલુકાના રાતાભે અને રણમલપુરમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ માટે લોકડાયરોના આયોજન
મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે અને લોકોમાં જનજાગૃતિ ફેલાય તે હેતુથી વિવિધ લોકડાયરોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં વિવિધ લોકકલાકારોને નિયમાનુસાર પ્રોગ્રામ ફાળવવામાં આવે છે, જેથી ગ્રામીણ જનસમૂહ સરકારની લોકહિતની યોજનાઓ વિશે માહિતગાર થાય.
મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના રાતાભે અને રણમલપુર ગામમાં સરકારી યોજનાઓ માટે જનજાગૃતિ ફેલાવવા માટે લોકડાયરો યોજાયો. આ લોકડાયરોમાં લોકકલાકાર શ્રી ધીરૂભા ભૂરાભા ગઢવીની આગવી લોકગીતોની રમઝટ સાથે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.
સરકારની વિવિધ યોજનાઓ, જેમ કે 'સેવા સેતુ' અને 'એક પેડ માં કે નામ', તેમજ 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાન અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને અંતે, રાતાભે અને રણમલપુર ગ્રામ પંચાયત દ્વારા ધીરૂભા ગઢવીને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું.
આ પ્રકારના લોકડાયરો દ્વારા મોરબી જિલ્લામાં જનજાગૃતિના પ્રયાસો કરી, સમાજને વિકાસની દિશામાં પ્રેરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.