Dahod: પી.એમ.શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા, દાહોદ – ૨ મા ધોરણ ૯ તથા ૧૧ મા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ મા ખાલી પડેલ જગ્યાઓમા પ્રવેશ માટે તેમજ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવી
દાહોદ : પી.એમ.શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા, દાહોદ – ૨ મા ધોરણ ૯ તથા ૧૧ મા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ મા ખાલી પડેલ જગ્યાઓમા પ્રવેશ માટે તેમજ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા તારીખ ૦૧-૧૦-૨૦૨૪ ના રોજથી શરુ થઇ ગયેલ છે. તથા આવેદન કરવાની અંતિમ તારીખ ૩૦-૧૦-૨૦૨૪ છે, નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in પરથી ઓનલાઇન અરજી વિના મુલ્યે સુપ્રત કરી શકાશે.
ધોરણ ૯ તથા ૧૧ માટે પ્રવેશ પરીક્ષાની તારીખ ૦૮-૦૨-૨૦૨૫ ના રોજ પ્રવેશ પરીક્ષા કેંદ્ર જવાહર નવોદય વિદ્યાલય, પાલ્લી, લીમખેડા ખાતે સવારે ૧૦:૩૦ કલાકે લેવામા આવશે.
જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા દાહોદ – ૨ માઅ શૈક્ષણિક સત્ર ૨૦૨૨૫૨૬ મા ધોરણ ૯ તથા ૧૧ મા પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોએ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા તથા સિંગવડ તાલુકાઓમા ધોરણ ૮ તથા ધોરણ ૧૦ શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫ દરમ્યાન અભ્યાસ કરતો હોવો જોઇએ તથા રહેવાસી હોવો જોઇએ.
ધોરણ ૯ માટે ઉમેદવાર ૦૧-૦૫-૨૦૧૦ થી ૩૧-૦૭-૨૦૧૨ ની વચ્ચે જન્મેલ હોવો જોઇએ, https://cbseitems.nic.in/2024/nvsxi પર રજીસ્ટ્રેશન કરવુ. વધુ માહિતી માટે જવાહર નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in ની મુલાકાત લેવી તેમજ સમ્બંધિત જિલ્લામા આવેલ જવાહર નવોદય વિદ્યાલયનો સમ્પર્ક કરવો.
૦૦૦