Dang news:ડાંગ જિલ્લામાં નિહોન સોટોકાન કરાટે એસોસિએશન દ્વારા આહવા ખાતે બે દિવસીય ટ્રેનિંગ કેમ્પનું આયોજન.
(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૨૮: ડાંગ જિલ્લા સ્પોર્ટસ કરાટે એશોસિએશનના નેજા હેઠળ ચાલતાં નિહોન સોટોકાન કરાટે એશોસિએશન દ્વારા ન્યુ વિઝન ઈંગ્લીશ મીડીયમ સ્કુલ આહવા ખાતે બે દિવસીય ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટ્રેનિંગ કેમ્પમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત વિગેરે જિલ્લાઓ માંથી કરાટે ખેલાડીઓ ભાગ લીધો હતો. આ તાલીમ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય વિધ્યાર્થીઓને કરાટે રમત થકી એક સાચી દિશા મળી શકે, કરાટે રમત સ્વ રોજગારીનું એક માધ્યમ બની શકે અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તે માટેનો હતો.
આ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઇ કરાટે બેલ્ટની પરીક્ષા આપી ઉતીર્ણ થયેલ ખેલાડીઓને બેલ્ટ તથા સર્ટિફિકેટનુ વિતરણ કરવામાં આવ્યું. તેમજ શ્રી ગૌરાંગકુમાર ભિવસન અને શ્રી વૈભવભાઈ માહલાએ પોતાનું ઉતકૃષ્ઠ પ્રદર્શન રજુ કરતાં આગામી સમયમાં તેઓ નેશનલ કક્ષાની રમતમાં ભાગ લેશે.
આ ટ્રેનિંગ કેમ્પ માટે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક તેમજ ડાંગ જિલ્લા સ્પોર્ટસ કરાટે એશોસિએશનના ચેરમેન શ્રી વિજયભાઈ પટેલ ધારાસભ્ય તેમજ ગુજરાત કરાટે ટુ ફેડરેશનના પ્રમુખ શ્રી કલ્પેશ મકવાણાએ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રી વિજય આર રાઉત અને શ્રી મિનેશ ભોયે દ્વારા કરવામાં આવ્યું હતુ.
#GujaratInformation #Ahwa #Dang