Dang: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, પિંપરી ખાતે ‘શાંતિ શક્તિ અને સમૃદ્ધિને સમર્પિત ગુજરાત’ વિષયક ક્વિઝ સ્પર્ધા યોજાઇ :

SB KHERGAM
0

Dang news: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, પિંપરી ખાતે ‘શાંતિ શક્તિ અને સમૃદ્ધિને સમર્પિત ગુજરાત’ વિષયક ક્વિઝ સ્પર્ધા યોજાઇ :

 ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ : જિલ્લો ડાંગ

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુસાશનને સવા બે દાયકાથી પણ વધુ સમય થઈ ચુક્યો છે ત્યારે, ગુજરાત સરકાર દ્વારા તેમના આ સફળ નેતૃત્વની ગાથાને ઉજાગર કરવા, તેમજ કોઈ પણ વ્ચક્તિ સેવાઓથી વંચિત ન રહે તે માટે 'વિકાસ સપ્તાહ' ઉજવવામા આવી રહ્યો છે. 

જેના ભાગરૂપે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમા અનેક વિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ ઉજવણીના ભાગરૂપે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, પિંપરી ખાતે શાળા આચાર્ય શ્રીમતી અમિતાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ 'શાંતિ, શક્તિ અને સમૃદ્ધિને સમર્પિત ગુજરાત' વિષયક ક્વિઝ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. 

આ કાર્યક્રમમા શાળાના ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમા એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામોનુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ

#VikasSaptah 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top