Dang news: ડાંગમાં નાણાંકીય લેવડ-દેવડ તથા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થતી હોય તેવા તમામ સ્થળોએ નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ :

SB KHERGAM
0

 Dang: ડાંગમાં નાણાંકીય લેવડ-દેવડ તથા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થતી હોય તેવા તમામ સ્થળોએ નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૬: ડાંગ જિલ્લામાં ભૂતકાળમાં સોના, ચાંદીની દુકાનમાં નોંધાયેલી લુંટ, તેમજ એક મોબાઇલના શો રૂમમાંથી થયેલી મોબાઇલ ચોરીના બનાવો રાત્રિનાં સમયે નોંધાયા હતા. જ્યારે તાજેતરમાં પણ રહેણાંક મકાનોમાં રાત્રિના સમયે ચોરીના બનાવો નોંધાવા પામ્યા છે.

જે ધ્યાને લેતા સમગ્ર ડાંગ જિલ્લામાં બેંકો, સહકારી બેંકો/સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદીનાં શો-રૂમો, જવેલર્સ, ઇમારતી લાકડાનાં મોટા વેપારીઓ, કાપડની દુકાનો, ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ, સાયબર કાફે, ઇલેકટ્રીક બીલનાં કલેકશન સેન્ટરો જેવા સ્થળો, કે જયાં રોજે રોજ મોટી રકમની નાણાંકીય લેવડ-દેવડ અથવા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થાય છે, તેવા તમામ સ્થળોએ તેમનાં માલિકોને વ્યુહાત્મક સ્થળોએ નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા લગાવવા બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા ફરમાન કરાયુ છે.

જે મુજબ સમગ્ર ડાંગ જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં આવેલી આ મુજબની તમામ જગ્યાઓએ, સી.સી.ટી.વી. (નાઇટ વિઝન સાથેના) કેમેરા ગોઠવવાના રહેશે.

(૧) તમામ બેંકો, સહકારી બેંકો/સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદીનાં શો-રૂમો, જવેલર્સની  દુકાનો,

(૨) ઇમારતી લાકડાનાં મોટા વેપારીઓ, કાપડની દુકાનો, ખેતીવાડી ઉત્પન બજાર સમિતી, સાયબર કાફે, ઇલેકટ્રીક બીલનાં કલેકશન સેન્ટરો વિગેરે સ્થળો, કે જયાં રોજે રોજ મોટી રકમની નાણાંકીય લેવડ-દેવડ અથવા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થાય છે તેવા તમામ સ્થળો,

સી.સી.ટી.વી કેમેરા હાઇ ડેફીનેશન/નાઇટ વિઝન ઘરાવતા, માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય, તથા વાહનના નંબર વાંચી શકાય તેવી રીતે ગોઠવવાના રહેશે. તથા આ સી.સી.ટી.વી.ના રેકોર્ડિંગ ડેટા ઓછામાં ઓછાં ૩૦ દિવસ સુઘી સંગ્રહ કરવાના રહેશે. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો/વહીવટકર્તાઓની રહેશે. 

આ જાહેરનામું સમગ્ર ડાંગ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તાર (સાપુતારા સહિત)મા લાગુ થશે. આ જાહેરનામું ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનાર ભારતીય દંડ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અઘિકારીશ્રીઓને અઘિકૃત કરવામાં આવ્યા છે.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top