Navsari : નવસારી જિલ્લામાં "ભારત વિકાસ" સપ્તાહ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે સામુહિક પ્રતિજ્ઞા લેવાઇ.
નવસારી,તા.૦૯: ગત તા.૦૭ થી આગામી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લામાં વિવિધ કચેરીઓ ખાતે "ભારત વિકાસ"ની સામુહિક પ્રતિજ્ઞા લેવાઇ રહી છે. જે અંતર્ગત આજરોજ નવસારી જિલ્લા મામલતદાર કચેરી ખાતે અધિકારી કર્મચારીઓ "ભારત વિકાસ"ની સામુહિક પ્રતિજ્ઞા લઇ દેશને સમૃધ્ધ બનાવવામાં ભાગીદારી નોંધાવવા પ્રતિબધ્ધ થયા હતા. અત્રે નોંધનિય છે કે, નવસારીના સૌ નાગરિકો આ પ્રતિજ્ઞામાં સહભાગી થઇ https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ ઉપરથી પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ પોર્ટલ ઉપરથી મેળવી શકે છે.
#infoNavsari