Navsari:નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત વિવિધ અધિકારી કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે 'ભારત વિકાસ' પ્રતિજ્ઞા લેવાઈ.
નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત વિવિધ અધિકારી કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે 'ભારત વિકાસ' પ્રતિજ્ઞા લઇ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રતિબધ્ધતા દાખવી
નવસારી,તા.૦૮: વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવા તમામ નાગરિકો પોતાનું સંપૂર્ણ યોગદાન આપે તથા મન-કર્મ-વચનથી તત્પર રહી રાષ્ટ્રને સમર્પિત રહેવાની ભાવના સાથે "વિકાસ સપ્તાહ"ની ઉજવણી નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં થઇ રહી છે. જેના અનુસંધાને નવસારી જિલ્લામાં પણ વિવિધ કચેરીઓ ખાતે સામુહિક રીતે 'ભારત વિકાસ' પ્રતિજ્ઞા લઇ રહ્યા છે.
આજરોજ નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત વિવિધ અધિકારી કર્મચારીઓએ જિલ્લા પંચાયતના પટાંગણમાં 'ભારત વિકાસ' પ્રતિજ્ઞા લઇ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રતિબધ્ધતા દાખવી હતી.
૦૦૦૦
#TeamNavsari
Gujarat Information CMO Gujarat Collector Navsari Ddo Navsari