Mahisagar: મહીસાગર જિલ્લાના મોટા સોનેલા, ક્રિસ્ટલ સ્કુલ કેમ્પસ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવી.

SB KHERGAM
0

 Mahisagar: મહીસાગર જિલ્લાના મોટા સોનેલા, ક્રિસ્ટલ સ્કુલ કેમ્પસ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવી.


સહ અસ્તિત્વ દ્વારા વન્યજીવ સરક્ષણ

મહીસાગર જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો


માહિતી બ્યુરો મહીસાગર

વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના  લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ક્રિસ્ટલ સ્કુલ કેમ્પસ ખાતે યોજાઇ. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે ૨, ઓકટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસથી એક અઠવાડીયા સુધી એટલે કે ૨ થી ૮ ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અઠવાડીયા દરમ્યાન રોજે રોજ અલગ અલગ કાર્યક્રમ થકી સમાજમાં વન્યજીવો વિશે જાગૃકતા તેમજ માનવ જીવનમાં વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વન્યપ્રાણીઓને પણ આ ધરતી પર જીવવાનો અધિકાર છે અને તેનું સરક્ષણ અને સર્વધન કરવી આપની ફરજ છે. મહીસાગર જિલ્લામાં અનેક પ્રકારના વન્ય જીવો જોવા મળે છે જેનું રક્ષણ કરવું આપની જવાબદારી છે.

આ પ્રસંગે વન્યપ્રાણી દ્વારા ઢોર માર સહાય અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મહીસાગર નાયબ વન સરક્ષક શ્રી નેવીલ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી બલવેન્દ્રકુમાર, અગ્રણીશ્રી દશરથભાઈ, પ્રદીપસિંહ,વન વિભાગના અધિકારીશ્રીઓ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા

Gujarat InformationCMO GujaratDdo Mahisagar

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top