Rajkot news : કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ક્લબ યુ.વી.ના સહયોગથી સંતશ્રી મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ‘કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ - ૨૦૨૪' યોજવામાં આવ્યો.

SB KHERGAM
0

 Rajkot news : કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ક્લબ યુ.વી.ના સહયોગથી સંતશ્રી મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ‘કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ - ૨૦૨૪' યોજવામાં આવ્યો.

કેન્સરના રોગ અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં જોમ ભરવા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા ક્લબ યુ.વી.ના સહયોગથી સંતશ્રી મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ‘કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ - ૨૦૨૪' યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્સર વોરિયર્સએ ગરબે ઘૂમીને જાણે કેન્સરને હરાવવા શક્તિનો શંખનાદ કર્યો હોય તેમ કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો હતો. 

આ તકે મોરારી બાપુએ કેન્સર ઉપર લખાયેલા બંને પ્રેરણાત્મક પુસ્તકો એક 'વ્યસન કેન્સર' લાઇફ સ્ટોરી અને કીન્તસુંગી ટેલ્સ લોકાર્પિત કરીને સંસ્થાને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન આર.જે. વિનોદે કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ જયેશભાઈ રાદડિયા અને ડો. દર્શિતાબેન શાહ, કલેક્ટરશ્રી પ્રભવ જોશી, શ્રી ભરતભાઈ બોઘરા સહિતના અગ્રણીઓ તેમજ સમગ્ર ગુજરાતમાંથી કેન્સર વોરિયર ભાઇઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.


#SBD2024 #SHS2024 #SHSGujarat2024

#InfoRajkotGoG

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top