કપરાડામાં આદિવાસી પરંપરાનું પાવન મેળાવડો: ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના ઘરે સ્નેહમિલન
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના ઘેર આ વર્ષે નવા વર્ષ નિમિત્તે વિશાળ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કપરાડા અને આસપાસના વિસ્તારોના હજારો લોકો ઉપસ્થિત રહ્યા. આદિવાસી પરંપરાનુ નિભાવતાં ઘેરૈયા ટોળકીઓ દ્વારા માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યા, જે મુખ્યત્વે કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણીનો અવિભાજ્ય ભાગ છે.
આ કાર્યક્રમમાં પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી તરીકે સેવાઓ આપી ચૂકેલા જીતુભાઈએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું બિરદાવ્યું અને યુવાવર્ગને પણ આ પરંપરાનું પાલન કરવા પ્રોત્સાહિત કર્યું.
સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી. તેમણે તિથલ રોડ પરના સરદાર હાઇટ્સમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી, દિવાળીના ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી, અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે સરદાર પટેલને યાદ કરી દેશભક્તિના ભાવોને ઉજાગર કર્યા.