ડાંગ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ કાર્યક્રમ :
મતદાર યાદીમાં નામ નોંધણી,નામ કમી અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવી શકાશે
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટા સાથેની 'મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' ની કરાયેલી જાહેરાત સાથે, તેનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે માટે, ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રે વિશેષ આયોજન સાથે શ્રેણીબદ્ધ કાર્યક્રમો આયોજિત કર્યા છે.
આ કાર્યક્રમ અનુસાર તા.૧/૧/૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમા ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત, લાયકાત ધરાવતા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તેવા યુવા મતદારો, તા.૨૯/૧૦/૨૦૨૪ થી ૨૮/૧૧/૨૦૨૪ સુધી મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ કાર્યક્રમમાં નવા નામ નોંધાવવા સાથે ચૂંટણી કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરવા માટે પણ અરજી કરી શકાશે.
મતદાર યાદી સુધારણા અંગેની ખાસ ઝુંબેશની તારીખો ૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર), તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર), અને હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ માટે તા.૨૪/૧૨/૨૦૨૪ (મંગળવાર) જાહેર કરવામાં આવી છે.
વધુમાં જો આપ ૦૧/૦૧/૨૦૨૫ ના રોજ આપની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ થતી હોય તો મતદારયાદીમાં નોંધણી કરી શકો છો. ખાસ ઝૂંબેશના દિવસોમાં જે તે મતદાન મથક પર બી.એલ.ઓ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ સુધીમાં હાજર રહેશે. તેમ, ડાંગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એમ.કે.ખાંટ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
#GujaratInformation #danginfo