Valsad: સેન્ટર ઓફ એક્સેલન્સ ચણવઈમાં પ્રાકૃતિક ખેતી માટે જાગૃતતા અભિયાન
વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ચણવઈ ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેતીના તાલીમ કાર્યક્રમમાં 60 જેટલા ખેડૂતો જોડાયા હતા.
તાલીમમાં વલસાડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કેવલભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના પ્રાયોગિક જ્ઞાન સાથે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. સાથે, બાગાયત અધિકારી ડો. વિશાલભાઈએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી.
રાબડા ગામના ખેડૂત શૈલેષભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં તેમના અનુભવ શેર કર્યા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા.
#Valsadinfo