રાષ્ટ્રીય કક્ષાનો આદિવાસી ટ્રેડ ફેર: સંસ્કૃતિ અને સ્વાવલંબનનો મહોત્સવ

SB KHERGAM
0

રાષ્ટ્રીય કક્ષાનો આદિવાસી ટ્રેડ ફેર: સંસ્કૃતિ અને સ્વાવલંબનનો મહોત્સવ.

નવેમ્બર ૮થી ૧૦, ૨૦૨૪ના રોજ ચીખલી તાલુકાના સુરખાઇ ઢોડિયા સમાજની વાડી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ટ્રાયબલ ટ્રેડ ફેર યોજાનાર છે. આ મેલામાં ૨૫૦થી વધુ સ્ટોલો હશે અને આદિવાસી યુવાઓને ઉદ્યોગ અને ધંધા માટે માર્ગદર્શન આપતી સેમિનારોનું આયોજન કરવામાં આવશે. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ રાત્રે ૮થી ૧૧ વાગ્યા દરમિયાન થશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે, અને વિવિધ માન્યવર મહાનુભાવો હાજર રહેશે. સાથે જ જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા ૯મી તારીખે સાંજે ૫ વાગે પ્રવચન આપશે.

MSME, ખેતી, પશુપાલન વિભાગો અને અન્ય સંસ્થાઓ દ્વારા રોજગાર અને આર્થિક સહાય માટે પણ માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે.

આ રાષ્ટ્રીય કક્ષાના ટ્રાયબલ ટ્રેડ ફેરનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી યુવાનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવો છે, જેથી તેઓ ઉદ્યોગ-ધંધા શરૂ કરી પોતાનું સ્વાવલંબન મેળવી શકે. રોજગારીમાં ઉછાળો લાવવા માટે આ કાર્યક્રમમાં MSME, CDE, જીલ્લા રોજગાર કેન્દ્રો, ખેતી અને પશુપાલન વિભાગના પ્રતિનિધિઓ દ્વારા સરકારશ્રીની સહાય અને વ્યવસાય માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

ત્રિદિવસીય આ મેળામાં ૮થી ૧૦ નવેમ્બર દરમિયાન કુલ ૨૫૦થી વધુ સ્ટોલોમાં વિવિધ આદિવાસી હસ્તકલા, ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓનું પ્રદર્શન થશે, જે આદિવાસી સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. આ સિવાય આ મેળામાં હાજરી આપનાર વ્યક્તિઓ માટે રોજબરોજ વિવિધ વિષયો પર સેમિનાર અને ટોક-શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ઉદ્યોગપતિઓ અને ઉદ્યમીઓ પણ પોતાના અનુભવોને વહેંચશે.

પ્રસ્તુત મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો વિશેષ આકર્ષણ હશે, જેમાં આદિવાસી સમાજના નૃત્યો – જેમ કે વસાવા, ચૌધરી, ગામીત, ઢોડિયા, હળપતિ સમાજના નૃત્યો તથા તલવાર ટીમલી અને ઘેરૈયા નૃત્ય મંડળીની રંગારંગ રજૂઆત જોવા મળશે.

સમગ્ર આયોજન સમસ્ત આદિવાસી સમાજ, લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, આદિવાસી વિકાસ ક્રેડિટ કો. સો. લિ., ફલધરા અને સ્પર્શ ફાઉન્ડેશન વ્યારા દ્વારા સંકલન કરવામાં આવ્યું છે.

ત્રિદવસીય ટ્રાયબલ ટ્રેડ ફેર માં રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી અને માંડવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી કુંવરજીભાઇ હળપતિ,  વલસાડના સાંસદ  શ્રી ધવલભાઇ પટેલ,  વિધાનસભાના માન.ઉપદંડક અને ડાંગના ધારાસભ્યશ્રી શ્રી વિજયભાઇ પટેલ, ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, મહુવા ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, કપરાડા ધારાસભ્ય અને પૂર્વ રાજયકક્ષાના સિંચાઇ અને પાણી પુરવઠા મંત્રીશ્રી શ્રી જીતુભાઇ ચૌધરી, વાંસદા ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો.તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ સાંસદ અને સુમુલ ડેરી, મહુવા સુગર અને વ્યારા સુગર ફેકટરીના ચેરમેનશ્રી માનસિંહભાઇ પટેલ, , વસુધારા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઇ પટેલ, નવસારી જીલ્લા કલેકટર શ્રીમતિ ક્ષીપ્રા અગ્રે, નવસારી જીલ્લા પોલીસ વડાશ્રી સુશીલ અગ્રવાલ, આદિવાસી સમાજના પીઢ અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી ચંપકભાઇ વાડવા, આદિવાસી સમાજના યુવા ઉદ્યોગ સાહસિહક શ્રી તેજસભાઇ પટેલ (ટેક સન બાયો,ગ્રીન એનરજી સોલ્યુશન), આદિવાસી સમાજના જુદા જુદા સમુદાયના પ્રમુખશ્રીઓ, નિવૃત અને કાર્યરત ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top