ઉમરપાડા: અજય વસાવાની સ્મૃતિમાં ફૂટબોલ ટુર્નામેન્ટનું સફળ આયોજન
ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામમાં ગતરોજ અજય વસાવાની સ્મૃતિમાં એ.જી કપનું આયોજન થયું, જેમાં 25 ટીમો અને કુલ 375 ખેલાડીઓએ ભાગ લીધો. ફૂટબોલની આ ટુર્નામેન્ટમાં નંદુરબાર એફ.સી (મહારાષ્ટ્ર) વિજેતા અને બલાલકુવા એફ.સી રનર-અપ બન્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા, પાણી પુરવઠાના નાયબ ઇજનેર અશ્વિન વસાવા અને ચિતલદા સહીતના ગામના સરપંચશ્રીઓનો સમાવેશ હતો. ટુર્નામેન્ટનું આયોજન ચિતલદા એફ.સી અને યુ.કે. એફ.સી. દ્વારા કરવામાં આવ્યું.
સોશ્યલ મીડિયાના માધ્યમથી મળેલી માહિતી અનુસાર, ઉમરપાડા તાલુકામાં રમતમાં વધુ સવલતો ઉપલબ્ધ થાય તો તે આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાના નામે ચમકાવી શકે તેમ છે.