Olpad news: ઓલપાડના મોર ગામમાં ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા નવી હાઇસ્કૂલના બાંધકામનો શિલાન્યાસ.
તારીખ ૦૮-૧૧-૨૦૨૪નાં દિને 155 ઓલપાડ વિધાનસભાના ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા દત્તક લીધેલ મોર ગામમાં નવી હાઇસ્કૂલના નિર્માણ માટે ભૂમિપૂજન યોજાયું.
આ શાળામાં વિવિધ આધુનિક સુવિધાઓ જેવી કે કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર, મેદાન, ગાર્ડન, પ્રાર્થના ખંડ, ભોજન ખંડ, અને શુદ્ધ મિનરલ વોટર પ્લાન્ટનો સમાવેશ થશે.
આ નવું ભવન અને સ્માર્ટ કલાસરૂમ્સ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું શિક્ષણ પ્રદાન કરશે. ધારાસભ્યશ્રીએ આ યોજના માટે પોતાના ગ્રાન્ટમાંથી રૂ. ૧૦ લાખની ફાળવણી કરી છે.
આ પ્રસંગે સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, કેળવણી મંડળના પ્રમુખ દક્ષાબેન મિસ્ત્રી, કેળવણી મંડળના ટ્રસ્ટી ભાવેશભાઈ નતાલી અગ્રણી સર્વશ્રીઓ બ્રિજેશભાઈ પટેલ, કુલદીપભાઇ ઠાકોર, ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિતિ રહ્યાં હતા.