Peru: વીજળી પડવાથી પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન દુર્ઘટના
"Que un rayo me parta...". Durante un juego de futbol en Peru murió 1 jugador y hubo 4 heridos. (@CaraotaDigital) pic.twitter.com/6kXkXiMy21
— ANTONIO SANCHEZ 2. (cuenta alterna) (@ANTONIOADCRUCEM) November 5, 2024
પેરુના હુઆનકાયો શહેરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતા દુર્ઘટના બની હતી, જેમાં એક ખેલાડીનું મૃત્યુ થયું અને અન્ય પાંચ ઘાયલ થયા છે. આ ઘટના ચિલ્કા જિલ્લામાં ત્યારે બની જ્યારે સ્થાનિક ટીમ જુવેન્ટુડ બેલાવિસ્ટા ફેમિલિયા ચોક્કા સામે રમતી હતી. મેચની 22મી મિનિટમાં, જ્યારે બેલાવિસ્ટા 2-0થી આગળ હતી, તે સમયે ભારે ગડગડાટ પછી વીજળી પડી, અને રેફરીએ રમત રોકવાનો પ્રયત્ન કર્યો.
આ દુર્ઘટનામાં 39 વર્ષના ડિફેન્ડર જોસ હ્યુગો ડે લા ક્રુઝ મેઝાનું દુઃખદ અવસાન થયું, જ્યારે 40 વર્ષના ગોલકીપર જુઆન ચોકકા લક્તા ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેની સ્થિતિ નાજુક છે. 16 અને 19 વર્ષના બે અન્ય ખેલાડીઓ અને 24 વર્ષના ક્રિસ્ટિયન સેઝર પિટુય કાહુઆના પણ ઘાયલ થયા છે, પરંતુ તેમની સ્થિતિ હાલ સ્થિર છે.