Vasodara: વડોદરાની દીકરી દિયા માટે માનનીય વડાપ્રધાનશ્રી મોદીની પ્રશંસાપૂર્ણ પત્રવિધિ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાની અનન્ય પ્રતિભાને બિરદાવતાં તેને નૂતન વર્ષના શુભકામના પાઠવી છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે વડોદરામાં રોડ શો દરમિયાન આ વિલક્ષણ કલાકાર દીકરીએ તૈયાર કરેલી ચિત્રકલા માટે તેને સન્માનિત કરી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાની ઉંમરની દિવ્યાંગ દીકરી દિયા માટે એક ખાસ પત્ર લખ્યો હતો, જેમાં તેમણે દિયાના કૌશલ્યો અને ઇશ્વરદત્ત પ્રતિભાની પ્રશંસા કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. વડોદરાની મુલાકાત દરમ્યાન, મોદીએ પોતાના કાર્યક્રમમાં પેડ્રો સાંચેજ સાથે દિવ્યાંગ દિયાને સન્માન આપીને તેનું માન વધાર્યું.
તેઓએ દિયા સાથે સંવાદ સાધ્યો અને તેની કલાને બિરદાવતાં તેના હસ્તકૌશલ્યને અભિનંદન આપ્યા. આ મુલાકાત દરમિયાન દિયાએ બનાવેલા સુંદર ચિત્રને વડાપ્રધાને ભેટ સ્વરૂપે સ્વીકારી, જે તેની કૃતિને માન્યતા આપવામાં અતિ મહત્વનો પ્રસંગ સાબિત થયો.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેદ્ર મોદીનો સંદેશ.....
સ્નેહી દીયા,
તારી કુશળતા ઈચ્છું છું. વડોદરાના રોડ શૉ દરમિયાન તારા તરફથી મનોહર ચિત્રની ભેટ મેળવી અવર્ણનીય આનંદ થયો.
સ્પેનથી પધારેલા રાષ્ટ્રપતિ સાંચેઝ પણ તારા દ્વારા તૈયાર કરાયેલું આ સુંદર ચિત્ર નિહાળી ખૂબ ખૂશ થયા. આ પ્રકારની ભાવ અભિવ્યક્તિ સ્પેનના લોકો પ્રત્યેનો આપણા દેશનો લગાવ અને સ્નેહ વ્યકત કરે છે.
આટલી નાનકડી વયે અસાધારણ પ્રતિભા અને કૌશલ્યની ઈશ્વરદત્ત કૃપા જોઈ અનહદ આનંદ થયો. તારી ચિત્રકળામાં એક ઉમદા કળાકાર તરીકેની છબી પ્રગટી આવે છે.
જે રીતે ગુજરાતી યુવાવર્ગ અનેક ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કરી રહ્યા છે, ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે એવી મને ખાત્રી છે.
ભારતની વિકાસ યાત્રામાં મહત્વાકાંક્ષી યુવા વર્ગને પ્રાપ્ત તકો દ્વારા દેશવાસીઓનું જીવન વધુને વધુ સુખી અને સમૃદ્ધ બનશે. મને વિશ્વાસ છે કે વિકસિત ભારતના નિર્માણને સાકાર કરવામાં આપણો યુવા વર્ગ અગ્રણી ભુમિકા ભજવશે.
મને આશા છે કે તું સર્જન અને લલિતકળા ક્ષેત્રોમાં આવા ખંત અને મહેનતથી પ્રદાન કરતી રહીશ.
ફરી એક વખત તારી લાગણી અને આકર્ષક ચિત્ર બદલ આભાર. દિવાળીના પર્વ નિમિત્તે શુભેચ્છા.
વિક્રમ સંવતના નવા વર્ષ નિમિત્તે સમગ્ર પરિવારને નૂતન વર્ષની શુભકામનાઓ. આશીર્વાદ સહિત,
(નરેન્દ્ર મોદી)
વડાપ્રધાનશ્રીના અભિનંદન પત્ર અંગે વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાએ સહર્ષ આભાર વ્યક્ત કર્યો...#ProPeoplePM #WeCare #PMCares #Baroda @PMOIndia @narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanchezcastejon pic.twitter.com/akDdTBHKbz
— Gujarat Information (@InfoGujarat) November 7, 2024
#infovadodara