વિનામૂલ્યે આંખનો નિદાન કેમ્પ: ખેરગામ ખાતે 8 ડિસેમ્બરે લોકહિત માટે વિશિષ્ટ આયોજન

SB KHERGAM
0

વિનામૂલ્યે આંખનો નિદાન કેમ્પ: ખેરગામ ખાતે 8 ડિસેમ્બરે લોકહિત માટે વિશિષ્ટ આયોજન

ખેરગામ: સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશ્યલિટી આંખની હોસ્પિટલ દ્વારા લોકોની આરોગ્ય સેવા અને સમાજમાંથી અંધત્વ દૂર કરવાના ઉદ્દેશ્યથી વિનામૂલ્યે આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. 8 ડિસેમ્બર, 2024ના રોજ માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈની વાડી, ખેરગામ ખાતે યોજાશે. કેમ્પ સવારે 10 વાગ્યે શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

કેમ્પની વિશેષતાઓ:

ટાંકા વગરનું અને દુખાવા રહિત મોતીયાના ઓપરેશનની સુવિધા

મફત નજર અને આંખના પ્રેશરની તપાસ

મફત દવાઓ અને રાહત દરે ચશ્માનું વિતરણ

ચશ્મા નંબર દૂર કરવાની સર્જરી

આ કેમ્પમાં સરપંચશ્રી ઝરણાબેન પટેલની ઉપસ્થિતિમાં નિષ્ણાંત તબીબોની ટીમ દર્દીઓનું નિદાન કરશે.

આયોજકોનો અનુરોધ:

સ્થાનિક લોકો આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને આસપાસના લોકો સુધી આ માહિતી પહોંચાડી સમાજમાં આંખોની આરોગ્ય જાગૃતિ ફેલાવવા સહયોગ આપશે તેવી આશા રાખવામાં આવે છે.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top