ઐતિહાસિક દાંડીમાં વિકાસ સપ્તાહની પદયાત્રા : નાગરિક પ્રથમના અભિગમ સાથે વિકાસ સંકલ્પ

SB KHERGAM
0

  

ઐતિહાસિક દાંડીમાં વિકાસ સપ્તાહની પદયાત્રા : નાગરિક પ્રથમના અભિગમ સાથે વિકાસ સંકલ્પ


નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડી ગામ ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત “નાગરિક પ્રથમ”ના થીમ પર ભવ્ય વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની ઉપસ્થિતમાં આ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
દાંડીના દરિયા કિનારેથી ગાંધી સ્મારક પ્રાર્થના મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ, જલાલપોર મામલતદારશ્રી મૃણાલ ઇસરાની, ડીવાયએસપી શ્રી એસ.કે. રાય, તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા.


પદયાત્રામાં યુવાનો, પોલીસ જવાનો, ગ્રામજનો તથા સ્થાનિક સાંસ્કૃતિક કલાકારો મોટી સંખ્યામાં જોડાયા. આદિવાસી વાદ્યો અને નૃત્ય સાથે દાંડીનો માહોલ દેશભક્તિ અને વિકાસના ઉત્સાહથી ગુંજી ઉઠ્યો.


પદયાત્રાના અંતે મહાનુભાવોએ પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે વિકસિત ભારત નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.


જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અલ્પેશ પટેલ, યુવા વિકાસ અધિકારીશ્રી અંજુ પરમાર સહિતના અધિકારીશ્રીઓ અને કલાકારોના ઉત્સાહભર્યા સહભાગથી દાંડીની આ પદયાત્રા ‘જનવિશ્વાસ, સેવા અને સમર્પણ’ના સત્વને ઉજાગર કરતી બની.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top