રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે કકડવેરી પ્રાથમિક શાળામાં અનોખી પહેલ
કકડવેરી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નીતિનભાઈ પટેલે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી અનોખી રીતે કરી. આ અવસરે તેમણે શાળાના તમામ બાળકોને રીંગણનું વિતરણ કરીને ખેતી પ્રત્યેનો સ્નેહ અને ખેડૂતના મહત્ત્વ વિશે સમજ આપી.
શ્રી નીતિનભાઈ પટેલ શિક્ષક હોવા સાથે સાથે એક પ્રગતિશીલ ખેડૂત પણ છે. ખેતી અને શિક્ષણ બંને ક્ષેત્રે તેમનું સમર્પણ પ્રશંસનીય છે. બાળકોમાં કૃષિ પ્રત્યે જાગૃતિ વધે અને સ્થાનિક ખેતીનું મહત્વ સમજાય તે હેતુથી તેમણે આ પ્રેરણાદાયી પહેલ કરી.
આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી તથા ખેડૂત દિવસનો સાચો સંદેશ બાળકો સુધી પહોંચ્યો હતો. આવી પ્રવૃત્તિઓ શિક્ષણ સાથે સંસ્કાર અને જીવન મૂલ્યો પણ મજબૂત બનાવે છે.


