આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો
આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પરિવાર તરફથી બાળકો માટે સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ બાળકોને પ્રેમ અને આત્મિયતા સાથે ભોજન કરાવવામાં આવ્યું. ભોજનમાં પાંવ ભાજી, દાળ-ભાત, બુંદી તેમજ કચુંબર જેવી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી.
સમૂહ ભોજનથી બાળકોમાં સહકાર, સમાનતા અને ભાઈચારાની ભાવના વિકસે તે હેતુ રાખવામાં આવ્યો હતો. શાળા પરિવારની આ સુંદર પહેલને કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.



