બહેજ પ્રાથમિક શાળામાં આનંદ મેળો: ભણતર સાથે મજા અને જીવનમૂલ્યોનો અનોખો અનુભવ
આજે તા. 31/12/2025ના રોજ બુધવારે બહેજ પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો તથા વાલીઓના સહકારથી અવનવી અને સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને નફા-ખોટની સમજ સાથે સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવા ગાણિતિક મૂલ્યોનો પ્રાયોગિક અનુભવ પ્રાપ્ત થયો. ભણતર સાથે રમૂજી પ્રવૃત્તિઓનો સમન્વય થતાં બાળકોને શીખવામાં આનંદ આવ્યો અને સમગ્ર કાર્યક્રમ આનંદમય માહોલમાં સંપન્ન થયો.



