ખેરગામ કુમાર શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
ખેરગામ કુમાર શાળાનો શૈક્ષણિક પ્રવાસ તારીખ 28/12/2025ના રોજ સફળતાપૂર્વક યોજાયો. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સુરત સરથાણા, નવસારી દાંડી, કામરેજ દાદા ભગવાનનું મંદિર તથા નવસારી નવાગામ મીની પોઇચા જેવા સ્થળોની મુલાકાત લીધી.
આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક જ્ઞાન, સાંસ્કૃતિક સમજ અને પર્યાવરણ અંગે જાગૃતિ વધારવાનો હતો. પ્રવાસ દરમિયાન શિક્ષકો દ્વારા સ્થળોની શૈક્ષણિક મહત્તા સમજાવવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીઓને આનંદ સાથે જ્ઞાનલાભ થયો.





