ખેરગામ કુમાર શાળામાં ઉત્સાહભેર રમતોત્સવનું ભવ્ય આયોજન કરાયું.

SB KHERGAM
0

  ખેરગામ કુમાર શાળામાં ઉત્સાહભેર રમતોત્સવનું ભવ્ય આયોજન કરાયું.


ખેરગામ, તા. ૦૯/૦૧/૨૦૨૬

ખેરગામ કુમાર શાળામાં આજે ઉત્સાહ અને આનંદના માહોલમાં રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતો યોજાઈ હતી, જેમાં બાળકોોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી ફતેહસિંહ સોલંકી, ખેરગામ બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, એસએમસીના સભ્યો, શાળાના નિવૃત શિક્ષક શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી મણિલાલ પટેલ, શ્રીમતી જશુબેન પટેલ, શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને શિક્ષકોએ રમતો નિહાળી બાળકોને ઉત્સાહ અને પ્રોત્સાહન આપ્યું હતું.



બાલવાટિકા થી ધોરણ ૫ માટેની રમતો:

● એક મિનિટમાં પારલેજી ખાવા

● ચાંદલા ચોટાડવું

● ફૂગ્ગા ફોડ રમત

● બુક બેલેન્સ રેસ

● મોતી પરોવવું

● સિક્કા શોધ

● બલૂન કપ

● ત્રિપગી દોડ

● સોય-દોરો

● દેડકા કૂદ

● લીંબુ-ચમચી

● સંગીત ખુરશી

● કેળા કૂદ



ધોરણ ૬ થી ૮ માટેની રમતો:

● નિશાન ટાંક

● લંગડી રેસ

● રૂમાલ ચોર

● મોં વડે પાણીમાંથી રીંગણ કાઢવું

● ડબ્બા ફોડ

● બેલેન્સ બોલ રેસ

● સ્લો સાયકલ રેસ

● રિવર્સ ચાલ

● કોથળા કૂદ

● હૂલા-હૂપ રેસ

● બ્રિક રેસ લો

કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી પ્રશાંતભાઈ પટેલે રમતમાં ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ બાળકોને પ્રોત્સાહન આપવા બદલ તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top