ખેરગામ કુમાર શાળા પી.એમ.શ્રી ખાતે ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા સ્થિત ખેરગામ કુમાર શાળા પી.એમ.શ્રી ખાતે તા. ૦૬-૦૧-૨૦૨૬, મંગળવારના રોજ ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા વિકસાવવા અને ગણિતને રસપ્રદ બનાવવા આ પ્રદર્શન યોજાયું. કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
સાથે ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર શ્રી જીગ્નેશભાઈ પટેલ અને એસ.એમ.સી.ના સભ્યો હાજર રહ્યા હતા. ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓએ ૭૦ જેટલી કૃતિઓ રજૂ કરી, જેમાં પર્યાવરણ, સોલાર ઊર્જા, જળ સંચય, ગણિતીય કોયડાં અને આધુનિક ટેકનોલોજી જેવા વિષયો સામેલ હતા. મુલાકાતીઓએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને સમજશક્તિની પ્રશંસા કરી હતી.







