ખેરગામમાં સિકલસેલ એનિમિયા વિષયક તાલીમ યોજાઈ
ખેરગામ તાલુકામાં સિકલસેલ એનિમિયા વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રગ્નેશ દેસાઈ, આરબીએસકે મેડિકલ ઓફિસર ડો. પ્રિતેશ પટેલ તેમજ આછવણી પીએચસીના મેડિકલ ઓફિસર ડો. અરુણા પટેલ દ્વારા સિકલસેલ એનિમિયાના લક્ષણો, નિદાન, સારવાર તથા જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમથી આરોગ્ય કર્મચારીઓમાં રોગ અંગે સમજ અને કાર્યક્ષમતા વધારવાનો હેતુ રહ્યો.




