શ્રી ઉમેદભાઈ પટેલ દ્વારા બંધાડ ફળિયા આછવણી પ્રાથમિક શાળાના બાળકોને તલના લાડુનું વિતરણ કરાયું.
ખેરગામ | ખેરગામ તાલુકાની બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, આછવણી ખાતે ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે સેવાભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. ગામના વતની શ્રી ઉમેદભાઈ મગનભાઈ પટેલના સહયોગથી શાળાના તમામ વિદ્યાર્થીઓને પરંપરાગત તલના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉતરાયણના તહેવારની ખુશી બાળકો સાથે વહેંચતા દાતાશ્રીએ માનવીય સંવેદના અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી સંજયભાઈ આહીર તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા શ્રી ઉમેદભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જીવતાં ભગવાનને ભોગ ધરાવી પુણ્યનું કાર્ય ઉમેદભાઈ પટેલે કર્યું છે. સમાજને જયારે આ પ્રકારની સમજ કેળવાશે, ત્યારે સમાજની દિશા અને દશા અલગ હશે. મદદ કોઈ પણ પ્રકારની હોય શકે!



