નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આનંદમેળો, બાળકોના કૌશલ્યનો સુંદર ઉત્સવ
ખેરગામ તાલુકાની નવી ભૈરવી પ્રાથમિક શાળા ખાતે તારીખ 08/01/2026ના રોજ આનંદમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદમેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં સેવપુરી, ચાઈનીઝ સૂપ, સમોસા, ભેલપૂરી, પૌંઆ, મમરા ભેલ, ચણાદાળ ભેલ, સ્પ્રિંગ રોલ (ચાઈનીઝ), બટાકા પૌંઆ, પાઉંભાજી, ભાજીપાઉં, વડા પાઉ, કટલેશ, પાતરા, ગાજર હલવો, છાસ અને લીંબુ શરબત જેવી વાનગીઓનો સમાવેશ થયો હતો.
બાળકોને પ્રોત્સાહન આપવા માટે ખેરગામ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલા, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનોમાં અરવિંદભાઈ પટેલ, લીલાબેન, ટીનાબેન, તારાબેન, હર્ષાબેન, કુંજનાબેન, જયંતીભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, નીતિનભાઈ અને સુનીતાબેન સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ બાળકો દ્વારા તૈયાર કરાયેલ વાનગીઓની લિજ્જત માણી અને તેમના પ્રયત્નોની સરાહના કરી.
આનંદમેળા જેવા કાર્યક્રમો બાળકોમાં ગાણિતિક મૂલ્યો, વ્યવહારિક સમજણ, આત્મવિશ્વાસ અને કૌશલ્ય વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. શાળા પરિવાર અને આયોજકો આવા શિક્ષણલક્ષી અને આનંદદાયક કાર્યક્રમો દ્વારા બાળશિક્ષણને નવી દિશા આપી રહ્યા છે.
આ સફળ આયોજન બદલ શાળા તથા તમામ આયોજકોને હાર્દિક અભિનંદન. આવા કાર્યક્રમો ગુજરાતના ગામડાઓમાં બાળશિક્ષણ અને સમુદાયની એકતાને વધુ મજબૂત બનાવે છે.





