ચીખલી તાલુકાની બમરોલી પ્રાથમિક શાળામાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત

SB KHERGAM
0

ચીખલી તાલુકાની સમરોલી પ્રાથમિક શાળામાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત

આજરોજ ચીખલી તાલુકાની સમરોલી પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ નવસારી જિલ્લાની શુભેચ્છા મુલાકાતે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લા સંઘ તથા તાલુકા સંઘના તમામ હોદ્દેદારો સાથે ખુલ્લી અને મુક્ત ચર્ચા યોજાઈ હતી.

કાર્યક્રમમાં આવકાર પ્રવચન ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રીનું સ્વાગત અજવેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમની આભારવિધિ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશસિંહ ચૌહાણ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્ય સંઘના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીએ નવસારી જિલ્લાના શિક્ષકો તથા તમામ હોદ્દેદારોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તે અંગે યોગ્ય માર્ગદર્શન તથા સ્પષ્ટતા આપી હતી.

ચર્ચા દરમિયાન 2005 પછીની પેન્શન યોજના, આવનારી વસ્તી ગણતરી, કન્ટીજન્સી બાબતો, HTAT શિક્ષક મિત્રોના પ્રશ્નો, 2010 પહેલાંના શિક્ષકો માટે TAT પરીક્ષા, CCC સંબંધિત મુદ્દાઓ તેમજ સંગઠન સંબંધિત વિવિધ પ્રશ્નો સહિત અન્ય અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ શિક્ષકોએ આ ચર્ચાને લાભદાયી અને માર્ગદર્શક ગણાવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top