આનંદદાયી શનિવાર અંતર્ગત રૂઝવણી પ્રા.શાળામાં ચોખાના રોટલા બનાવવાની વ્યવસાયલક્ષી પ્રવૃતિ.
ખેરગામ તાલુકાની રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને ઉપયોગી પ્રવૃતિ યોજાઈ. વ્યવસાયલક્ષી કૌશલ્યના વિકાસ માટે વિદ્યાર્થીઓને ચોખાના રોટલા બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી.
શિક્ષકોએ રોટલા બનાવવાની પદ્ધતિ સાથે જરૂરી સાવચેતીઓ સમજાવી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શીખ્યું કે ચોખાના રોટલા બનાવવા માટે યોગ્ય પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે, નહિતર હાથ દાઝી જવાની સંભાવના રહે છે. આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં આત્મનિર્ભરતા, વ્યવહારુ જ્ઞાન અને જીવનકૌશલ્યનો વિકાસ થાય છે.



