પીએમ શ્રી પાટી પ્રાથમિક શાળાની Joyful Saturday પર ઓર્ગેનિક પાન બનાવવાની અનોખી પ્રવૃત્તિ
પીએમ શ્રી પાટી પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જી. નવસારી ખાતે આનંદદાયી શનિવાર (Joyful Saturday) અંતર્ગત ઓર્ગેનિક પાન બનાવવાની શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓને ગુલાબની પાંખડીઓમાંથી બનતા ગુલકંદ વિશે માહિતી આપવામાં આવી અને તેનું આરોગ્યલક્ષી મહત્વ સમજાવવામાં આવ્યું.
ગુલકંદની તાસીર ઠંડી હોવાથી ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, હીટસ્ટ્રોકથી બચાવે છે તેમજ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં પરંપરાગત આહાર, સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ તથા વ્યવસાયલક્ષી કૌશલ્યનો વિકાસ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શૈક્ષણિક સાથે આનંદદાયી અનુભવ મેળવ્યો.




