જલસંચય જનભાગીદારી અભિયાન હેઠળ નવસારી જિલ્લામાં River Rejuvenationને નવી દિશા
ગુજરાત સરકાર જલસંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંસાધનોના સંરક્ષણ તથા ટકાઉ વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. આ અભિયાનની કડીરૂપે River Rejuvenation પ્રોજેક્ટ હેઠળ નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી સાથે ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો, સરપંચશ્રીઓ, પાણી સમિતિના સભ્યો તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. નદી પુનર્જીવિતકરણ અને જળસંચયના વિવિધ કામો દ્વારા ભૂગર્ભ જળસ્તર વધારવા, વરસાદી પાણીનો સદુપયોગ કરવા તથા કૃષિ અને પીવાના પાણીની સુવિધાઓને મજબૂત બનાવવા આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.
ગ્રામજનોની જનભાગીદારીથી અમલમાં આવતું આ અભિયાન રાજ્ય સરકારના ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય આધારિત વિકાસના દૃઢ સંકલ્પને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. જનસહયોગથી જળસંચયને જનઆંદોલન બનાવવાની દિશામાં આ પ્રયાસ એક મહત્વપૂર્ણ પગથિયું છે.



