ખેલ મહાકુંભ 4.0: ખેરગામનું ગૌરવ વધારતી પ્રેઝી ડી. આહીરને રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ.
નડિયાદના મરીડા ભાગોળ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ 4.0 રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં તાપી જિલ્લાના વ્યારા ખાતે અભ્યાસ કરતી દીકરી પ્રેઝી ડી. આહીરે ઉત્તમ પ્રદર્શન કરી નવસારી જિલ્લાનું તથા ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. ગર્લ્સ અન્ડર-17 400 મીટર હર્ડલ્સ (ઇવેન્ટ નં. 10)ની ફાઈનલ સ્પર્ધામાં પ્રેઝીએ 1:08.96 સેકન્ડનો સમય નોંધાવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ જીત્યો.
પ્રેઝી હાલ તાપી જિલ્લાના વ્યારા ખાતે ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે અને ખેરગામ તાલુકાની બહેજ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં પ્રાપ્ત થયેલી તેમની સિદ્ધિથી પરિવારજનો, શિક્ષકો, માર્ગદર્શકો તથા સમગ્ર ખેરગામ તાલુકામાં આનંદની લાગણી વ્યાપી છે. પ્રેઝીની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.


