શ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે સરકારી યોજનાઓનો વિશેષ લાભ કેમ્પ.

SB KHERGAM
0

 શ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે સરકારી યોજનાઓનો વિશેષ લાભ કેમ્પ


માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી, ભારત સરકાર તથા લોકલાડીલા સાંસદ શ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે ઈ-શ્રમ કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) અંગેની વિગતવાર માહિતી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી શાંતિલાલભાઈ (ગણદેવી) તથા ચુનીલાલ સાહેબ દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવી વિવિધ સેવાઓનો લાભ લીધો.


આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા મહામંત્રીશ્રી જીગરભાઈ દેસાઈ, મહામંત્રીશ્રી શાંતિલાલભાઈ, તાલુકા પ્રમુખશ્રી લિતેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મહામંત્રીશ્રી વિજયભાઈ, ચેતનભાઈ, માજી તાલુકા ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ, ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ, બ્રહ્મ સમાજ પ્રમુખશ્રી અંકુરભાઈ શુક્લ, વાડ ગામના સરપંચશ્રી અંજલીબેન ચેતનભાઈ, ખેરગામ ડેપ્યુટી સરપંચશ્રી તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, માજી સરપંચશ્રી કાર્તિકભાઈ, વાડના આગેવાન અને સેવાભાવી અગ્રણી દિનેશભાઈ, નવસારી મીડિયા સેલ કન્વીનર જીગરભાઈ, સરપંચશ્રીઓ સુનિલભાઈ ડભાડિયા, પંકજભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, જીગ્નેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ નાયક, ખેરગામ તાલુકા સભ્યપતિ મુકેશભાઈ પટેલ, જાગૃતિબેન ગજ્જર, માજી સરપંચશ્રીઓ તેમજ તાલુકાના અનેક સરપંચશ્રીઓ, હોદ્દેદારો, ગ્રામજનો – ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સંકલ્પ સાથે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો.

(/Government Camp, E-Shram Card, Aadhaar Card, Government Schemes, Navsari, Vad Bapa Sitaram Madhuli, CR Patil, sb khergam edu blogger, sb njpss navsari Media handler)

#GovernmentCamp #EShramCard #AadhaarCard #GovernmentSchemes #Navsari #VadBapaSitaramMadhuli #BJP #CRPatil #SocialWelfare #CommunityService

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top