સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષયક એક અઠવાડિયાની અદ્યાપક તાલીમ યોજાઈ.

SB KHERGAM
0

સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષયક એક અઠવાડિયાની અદ્યાપક તાલીમ યોજાઈ.


વલસાડ, તા. 14 માર્ચ 2026:

સરકારી પોલિટેકનિક, વલસાડના સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ વિભાગ તથા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા “Reimagining Engineering Education through Artificial Intelligence (AI)” વિષયક એક અઠવાડિયાનો Short Term Training Program (STTP) તા. 9 માર્ચ થી 13 માર્ચ, 2026 દરમિયાન સફળતાપૂર્વક યોજાયો.

આ તાલીમ કાર્યક્રમને GUJCOST અને DST, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો અને તેને ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન (DTE), દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

કાર્યક્રમનું ઉદ્ઘાટન તા. 9 માર્ચ, 2026ના રોજ શ્રી વિમલ પટેલ, માન. ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ., વલસાડના હસ્તે કરવામાં આવ્યું હતું. પોતાના ઉદ્ઘાટન ભાષણમાં તેમણે શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના વધતા મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.


આ તાલીમ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્યની વિવિધ સરકારી ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાંથી કુલ 30 ફેકલ્ટી સભ્યોને DTE દ્વારા પસંદ કરી નામાંકિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન IIIT, સુરત અને SVNIT, સુરત સહિત ઉદ્યોગ અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના વિષય નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો પર વ્યાખ્યાન અને પ્રાયોગિક સત્રો લેવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન શિક્ષકોને AIના ઉપયોગ દ્વારા શિક્ષણ-અભ્યાસ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાના માર્ગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સમાપન સમારોહ પ્રોફેસર સુદીપ શર્મા, હેડ – ECE વિભાગ, IIT સુરતની અધ્યક્ષતામાં યોજાયો હતો. તાલીમ પૂર્ણ કરનાર તમામ ભાગલેનાર ફેકલ્ટી સભ્યોને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા.

આ કાર્યક્રમના સંયોજક ડૉ. સ્વાગત બારોટ તથા પ્રો. આર. આર. શુક્લા, પ્રિન્સિપાલ, સરકારી પોલિટેકનિક વલસાડએ કાર્યક્રમની સફળતા બદલ તમામ તાલીમાર્થી અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા અને તાલીમ દરમ્યાન મેળવેલ જ્ઞાનને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

(AI Training, Government Polytechnic Valsad, Engineering Education, Faculty Development, Technical Education Gujarat, sb khergam edu blogger)

#ArtificialIntelligence #AITraining #EngineeringEducation #GujaratEducation #Valsad #FacultyDevelopment #TechnicalEducation #STTP #InnovationInEducation#khergamnews

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top