નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સભા ખેરગામ ખાતે યોજાઈ.

SB KHERGAM
0

   નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સભા ખેરગામ ખાતે યોજાઈ.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સંલગ્ન નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સભા તા. ૦૧ માર્ચ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે બીઆરસી ભવન ખેરગામ,  ખાતે યોજાઈ. સભા જિલ્લા પ્રમુખ અજુવેન્દ્ર સુમનભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં જિલ્લા તથા તાલુકા સ્તરના હોદ્દેદારો અને કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સભાની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું. જિલ્લા પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલએ સંગઠનાત્મક મુદ્દાઓ તેમજ આવનારા કાર્યક્રમોને લઈને માહિતગાર કર્યા.

મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ દ્વારા પ્રોસિડીંગનું વાંચન કરવામાં આવ્યું, જ્યારે ખજાનચીશ્રી ભાવેશકુમાર ટંડેલ દ્વારા ખર્ચનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો.


સભામાં પ્રોસિડીંગ મંજૂરી, સ્વેચ્છિક ફાળાની આવકનો અહેવાલ, સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમ્યાન થયેલ ખર્ચ મંજૂરી, જલાલપોર ઘટક સંઘના ખાલી પડેલા હોદ્દાઓ માટે ચૂંટણી જાહેર કરવાની પ્રક્રિયા સહિત વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા. આ કારોબારી સભાનું આયોજન ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ અને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.

અંતે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ દ્વારા આભાર દર્શન સાથે બેઠક સુચારુ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top