Khergam news: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ

SB KHERGAM
0

   Khergam news: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ


ગાંધીનગર, તા. ૧૦ માર્ચ ૨૦૨૬:

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યમાં વધતી ગરમી અને આવનારા દિવસોમાં હિટવેવની આગાહી ધ્યાનમાં રાખીને શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી છે. સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી. જાડેજા અને મહામંત્રી જૈમિનકુમાર એન. પટેલે શિક્ષણમંત્રી ડૉ. પ્રધુમનભાઈ વાજા ને લેખિત રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે દર વર્ષે ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ચાલુ વર્ષે ઉનાળાની ગરમી વહેલી શરૂ થઈ ગઈ છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી દિવસોમાં અસહ્ય ગરમી તથા હિટવેવની આગાહી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થવાની શક્યતા વધી જાય છે અને લૂ લાગવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

સંઘે વધુમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ચાર તહેવાર અને બે રવિવાર મળીને કુલ છ દિવસની રજાઓ આવવાની છે. આરટીઈ મુજબ કામકાજના દિવસો અને કલાકો પૂરતા પ્રમાણમાં પૂર્ણ થઈ જાય છે, તેથી વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને તા. ૧૫ માર્ચથી શાળાનો સમય સવારનો કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી સંઘે શિક્ષણમંત્રીને નમ્ર વિનંતી કરી છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સરકારને આ બાબતે તાત્કાલિક સકારાત્મક નિર્ણય લઈ વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top