નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને સંકલન, કાયદો-વ્યવસ્થા, સ્વચ્છતા હી સેવા અને કોસ્ટલ સિકયુરીટી સહિતની બેઠકો યોજાઈ.

SB KHERGAM
0

 

નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને સંકલન, કાયદો-વ્યવસ્થા, સ્વચ્છતા હી સેવા અને કોસ્ટલ સિકયુરીટી સહિતની બેઠકો યોજાઈ.

નવસારી, શનિવાર: નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ, કાયદો અને વ્યવસ્થા, સ્વચ્છતા હી સેવા, ધાર્મિક દબાણો દૂર કરવા તેમજ કોસ્ટલ સિકયુરીટી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે તબક્કાવાર બેઠકો યોજાઈ હતી.

બેઠક દરમિયાન ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ દ્વારા સોનવાડી વિસ્તારમાં જમીન ધોવાણ સામે તાત્કાલિક પ્રોટેક્શન વોલ બનાવવા, પૂર રાહત અંગે વેપારીઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓનો ઝડપી નિકાલ કરવા તેમજ અમલસાડ એપ્રોચ રોડના જમીન સંપાદન અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ ગામોની મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પાણીના નિકાલ, ગેરકાયદેસર નાળા, નહેરમાં પુરાણ, ટ્રાન્સફોર્મર હટાવવા, જર્જરિત ઓરડાઓ તોડવા તથા આંગણવાડી માટે જગ્યાના પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક રૂટ, પાર્કિંગ, લાઈટીંગ સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા પણ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.


આ ઉપરાંત ધાર્મિક દબાણો અને કોસ્ટલ સિકયુરીટી અંગેની બેઠકોમાં પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર મહિના દરમિયાન વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં વિભાગોના અધિકારી-કર્મચારીઓ જોડાઈને કચેરીઓ તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતા કામગીરી હાથ ધરે તે અંગે પણ સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, નવસારી મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય, વાંસદા પ્રાયોજના વહીવટદારશ્રી સ્વપ્નિલ સિસેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એન. લિખિયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top