ખેરગામ ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત.

SB KHERGAM
0

  ખેરગામ ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત.

રૂ. 40 લાખના ખર્ચે બનશે ગ્રામ પંચાયત ભવન કમ તલાટી-કમ-મંત્રી આવાસ

ખેરગામ, તા. 26:
ખેરગામ ગ્રામ પંચાયતના નવા ભવન તેમજ તલાટી-કમ-મંત્રી આવાસના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ગ્રામ પંચાયતના સરપંચ ઝરણાબેન ધર્મેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ખેરગામના ચીખલી રોડ પર પોસ્ટ ઓફિસની બાજુમાં અંદાજિત રૂ. 40 લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવન કમ તલાટી-કમ-મંત્રી આવાસનું નિર્માણ કરવામાં આવશે. આ નવા ભવનમાં ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થવાની સાથે તલાટી-કમ-મંત્રી માટે આવાસની સુવિધા પણ ઊભી થશે.


ખાતમુહૂર્ત પ્રસંગે ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીનભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ પટેલ, ધર્મેશભાઈ બહેજ, માજી સભ્ય ગીરીશભાઈ રાજુભાઈ આહીર, ધનસુખભાઈ પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને ખેરગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


નવા ભવનનું નિર્માણ પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતની કામગીરી માટે વધુ સુવિધાયુક્ત જગ્યા ઉપલબ્ધ થશે અને વહીવટી કામગીરીને વધુ સુવ્યવસ્થિત માળખું મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

આ નવા ભવનના નિર્માણથી ખેરગામ ગ્રામ પંચાયતને આધુનિક અને સુવિધાસભર કાર્યસ્થળ ઉપલબ્ધ થવા સાથે સ્થાનિક સ્વરાજ્યની કામગીરીને પણ વધુ સુગમતા મળવાની શક્યતા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top